અન્ય જીલ્લામાંથી પાંચ પીઆઈની મોરબી બદલી
આજે રાજ્યના ૫૧૮ પોલીસ ઇન્સ્પેકટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૯ પીઆઈની બદલી કરવામાં આવી છે અને અન્ય જીલ્લામાંથી ૫ પીઆઈની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે
મોરબી ફરજ બજાવતા એન આર મકવાણાની અમદાવાદ શહેર, એમ પી પંડ્યાની પ.રે. વડોદરા, કે જે માથુકીયાની સાબરકાંઠા, પી એચ લગધીરકાની બનાસકાંઠા, પી ડી સોલંકીની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એચ એ જાડેજાની કચ્છ પૂર્વ ગાંધીધામ, એન એ વસાવાની ભરૂચ, કે એમ છાસીયાની સુરત શહેર અને વી પી ગોલની અમરેલી બદલી કરવામાં આવી છે
તેમજ અન્ય જીલ્લામાં ફરજ બજાવતા ૫ પીઆઈની મોરબી બદલી કરવામાં આવી છે જેમાં જી.પી.એ. કરાઈ ફરજ બજાવતા જે ડી ઝાલા, મહેસાણા ફરજ બજાવતા એન એસ ઘેટિયા, આણંદ ફરજ બજાવતા વી એસ સિંધવ, રાજકોટ શહેરમાં ફરજ બજાવતા જે એસ ગામીત અને ઈન્ટેલીજનસમાં ફરજ બજાવતા એસ પી જાડેજાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે










