Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે 'સંકલ્પ પત્ર' જાહેર કર્યું, 12 ઉમેદવારોની યાદી...

મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે ‘સંકલ્પ પત્ર’ જાહેર કર્યું, 12 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી

મોરબી મહાનગરપાલિકા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ચુંટણી જાહેર થાય તે પૂર્વે જ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે અગાઉ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામોની જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે ૧૨ ઉમેદવારોની યાદી જાહેર કરી છે

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રભારી ડો. હેમાંગ વસાવડા અને દીપેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં સહમતી થયેલા મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે ૧૨ નામોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં વોર્ડ ૫ માં પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા, વોર્ડ ૯ માં જયેશ શાંતિલાલ કાલરીયા, વોર્ડ ૬ માં દમયંતીબેન નિરંજની, વોર્ડ ૧૦ માં ભાવિનભાઈ ફેફર, વોર્ડ ૧૧ માં કરન લલીતભાઈ કાસુન્દ્રા, વોર્ડ ૮ માં બલવંતભાઈ ચતુરભાઈ ઘૂમલીયા, વોર્ડ ૬ માં કલ્પેશભાઈ રાજેશભાઈ સેતા, વોર્ડ ૩ માં ડો. પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસીયા, વોર્ડ ૫ માં વિજયાબેન અમરશીભાઈ મકવાણા તેમજ વોર્ડ ૧ માં કૈલાશબેન શાકાભાઈ વેરાણા અને દિનેશભાઈ કલાભાઈ શેરશીયા (કારૂભાઈ) અને  વોર્ડ ૧૨ માંથી દિનકરભાઈ વિનોદભાઈ પંડ્યાનું નામ જાહેર કરવામાં આવ્યું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments