Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામ ખાતે રામનવમી ની ત્રિવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી...

મોરબી જલારામ ધામ ખાતે રામનવમી ની ત્રિવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી.

જલારામ ધામ ના સેવાકાર્ય ના સહયોગીઓનું અભિવાદન કરવામાં આવ્યુ.

સનાતન હિન્દુ ધર્મ ના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ (રામ નવમી) નિમિતે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ સેવા મંડળ દ્વારા શહેર ના જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત બપોરે ૧૧ઃ૩૦ કલાકે પ્રભુ શ્રી રામ નું પૂજન, બપોરે ૧૨ કલાકે મહાઆરતી યોજાઈ હતી ત્યારે મોરબી જલારામ ધામ ના સદાય સહયોગીઓનું અભિવાદન સંસ્થા તરફથી કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામજન્મભૂમિ ના કારસેવક, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના પાયા ના પથ્થર, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટીયા સાહેબ, મોરબી જલારામ ધામ ની સેવાકીય પ્રવૃતિ માં હરહંમેશ પોતાનુ અનન્ય યોગદાન અર્પણ કરતા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઈ જારીયા, જલારામ ધામ-મોરબી ના સહયોગી તપનભાઈ દવે (મહામંત્રી-મોરબી જીલ્લા ભાજપ), ચતુરભાઈ મકવાણા (મહામંત્રી-મોરબી જીલ્લા ભાજપ), મોરબી જલારામ ધામ ના પૂર્ણકાલીન સહયોગી મોરબી જીલ્લા ભાજપ ના કોષાધ્યક્ષ નૈમિષભાઈ પંડિત, મોરબી જલારામ ધામ ના મહિલા મંડળ ના સંસ્થાપક -રઘુવંશી મહિલા અગ્રણી-મોરબી જીલ્લા ભાજપ ના ત્રણ વખખ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેવ કાજલ બેન ચંડીભમર, મોરબી જલારામ ધામ ના પૂર્ણકાલીન સહયોગી-મોરબી નાગરિક બેંક ના ચેરમેન દીપકભાઈ પોપટ, રઘુવંશી મહિલા અગ્રણી-જીલ્લા ભાજપ મહિલા મોરચા અગ્રણી મયુરીબેન કોટેચા, જલારામ ધામ-મોરબી ના સદાવ્રત ના સહયોગી સી.પી.પોપટ સાહેબ, વિઠ્ઠલભાઈ ગોહેલ, જલારામ ધામ ના સહયોગી-જીલ્લા ભાજપ અગ્રણી જીતુભાઈ પટેલ (નોટરી), શહેર પ્રભારી-પ્રભુભાઈ પનારા સહીત ના આગેવાનો નું અભિવાદન કરવામાં આવ્યુ હતુ. તે ઉપરાંત ફરાળ મહાપ્રસાદ નું અનેરુ આયોજન કરવા માં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments