Saturday, April 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના ઓટાળા પાસે કાર અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત: બાળક સહીત ૩ને...

ટંકારાના ઓટાળા પાસે કાર અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત: બાળક સહીત ૩ને ઇજા

ટંકારાના ઓટાળા ગામ પાસે પૂરઝડપે આવતી એક સ્વીફ્ટ કારે માલવાહક વાહનને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં માલવાહક વાહનમાં સવાર ચાલક સહિત બે વ્યક્તિઓને મૂઢ ઇજાઓ પહોંચી હતી, જ્યારે ૩ વર્ષના બાળકને હોઠના ભાગે ગંભીર ઇજા થતા તેનો દાંત પડી ગયો હતો. ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા દિનેશભાઈ જેસંગભાઈ પરમાર પોતાનું અશોક લેલેન્ડ દોસ્ત માલવાહક વાહન નંબર GJ-10-TY-3220 લઈને ઓટાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સ્વીફ્ટ કાર નંબર GJ-03-FD-5980 ના ચાલકે પોતાના કબજાનું વાહન ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના વાહન સાથે ભટકાડ્યું હતું. આ અકસ્માતમાં ફરિયાદી અને સાહેદ ઉદયસિંહ દેવિસિંગ ભંડેને ઇજાઓ થઈ હતી. ઉદયસિંહના ૩ વર્ષના ભાણેજ દેવ ધવલભાઇ ભાલોડીયાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં બાળકનો દાંત પડી ગયો હતો. પોલીસે આ મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments