મોરબી કંડલા બાયપાસ પર દલવાડી સર્કલ પાસે આવેલ હેરકટિંગ સલૂનમાં પાંચ દિવસ પૂર્વે વચ્ચેથી વારો લઇ વાળ કાપી આપવાનું કહી માથાભારે શખ્સે દુકાનમાં તોડફોડ કરી દુકાન સંચાલકને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના કંડલા બાયપાસ પર દલવાડી સર્કલ પાસે હેરકટિંગ સલૂન ધરાવતા ફરિયાદી પ્રશાંતભાઈ અશોકભાઈ લાંધણોજા ઉ.25એ આરોપી પ્યારું દાદુભાઈ પરમાર રહે.દલવાડી સર્કલ અને અન્ય એક આરોપી આકાશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.13ના રોજ આરોપી પ્યારું દાદુભાઈ પરમાર તેમની દુકાને આવી વાળ કાપવા માટે કહ્યું હતું પરંતુ અન્ય ગ્રાહકો વારામાં બેઠા હોય વારો આવે ત્યારે વાળ કાપવાનું જણાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી બાદમાં આરોપી આકાશને સાથે લઈ આવી દુકાનમાં તોડફોડ કરી નુકશાન કરવાની સાથે સીસીટીવી કેમેરા પણ તોડી નાખતા બનાવ અંગે મોરબી ડીવાયએસપીને રજુઆત કરી હતી.જે બાદ ગઈકાલે મોરબી એ ડિવિઝન પોલીસે બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપ શરૂ કરી છે.










