Tuesday, May 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પંચાસર રોડ પર કારમાં બેસી IPL ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

મોરબીના પંચાસર રોડ પર કારમાં બેસી IPL ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

મોરબી : આઇપીએલ ક્રિકેટ મેચના અંતિમ તબક્કામાં ક્રિકેટનો સટ્ટો રમવાની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેમ રોજેરોજ મોરબી શહેર જિલ્લામાં સટ્ટો રમતા આરોપીઓ ઝડપાઇ રહ્યા છે ત્યારે ગઈકાલે મોરબી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર કારમાં બેસી ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલા શખ્સને સોદા લખતા રંગેહાથ ઝડપી લઈ કાર સહિત 3.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય ચાર આરોપીઓના નામ ખોલાવ્યા હતા

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે પંચાસર રોડ પર ગીતા ઓઇલમિલ સામે જીજે – 36 – આર – 5242 નંબરની ટાટા નેકસા કારમાં શંકાસ્પદ હિલચાલ થઈ રહી હોય પોલીસે કાર ચેક કરતા આરોપી વિશાલ હસમુખભાઈ ગાંભવા કારમાં બેસી હૈદરાબાદ તેમજ ચેન્નઈની ટીમ વચ્ચે રમાઈ રહેલી આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી હારજીતના સોદા ડાયરીમાં લખતો હોવાનું સામે આવતા પોલીસે વિશાલને અટકાયતમાં લઈ 600 રૂપિયા રોકડા, 50 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન, 3 લાખની કાર સહિત કુલ રૂપિયા 3,50,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઝડપાયેલા આરોપી વિશાલ હસમુખભાઈ ગાંભવાની પૂછપરછ કરતા અન્ય આરોપી રાહુલ ઉર્ફે મુન્નો વિડજા રહે.ઉમા ટાઉનશીપ, સામાકાંઠા, મોરબીના કહેવાથી આરોપી શિવભાઈ રહે.જેતપુર, મૂળ રહે.સાવરકુંડલા, આરોપી જયભાઈ ઉર્ફ જયભોલેનાથ રહે. જેતપુર, મુળ રહે. રાજુલા અમરેલી અને આરોપી કાળ ભૈરવ ઉર્ફે ભાણો રહે.જેતપુર જી.રાજકોટ વાળાના હારજીતના સોદા કારમાં બેસી લખતો હોવાનું કબુલતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધી ચાર ફરાર આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments