Monday, May 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પત્તા રમવા બાબતે થયેલી માથાકૂટમાં યુવક પર હુમલો

મોરબીમાં પત્તા રમવા બાબતે થયેલી માથાકૂટમાં યુવક પર હુમલો

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના ક્વાર્ટર્સમાં જુગાર રમતા રમતા બોલાચાલી થયા બાદ મારામારી થઇ હતી. દલવાડી સર્કલ પાસે આવેલા આવાસમાં થયેલી આ માથાકૂટમાં બે શખ્સોએ ભેગા મળીને એક યુવક પર લોખંડના ધારીયા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથાના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની વિગતો મુજબ, દલવાડી સર્કલ પાસે રહેતા અભરામભાઈ સલીમભાઈ મિયાણાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી અને તેમનો ભાઈ ગનીભાઈ ક્વાર્ટર્સ નજીક અન્ય શખ્સો સાથે પત્તા રમી રહ્યા હતા. આ દરમિયાન પત્તા રમવાની બાબતમાં ગનીભાઈને હબીબ જાકીરભાઇ ઉર્ફે જાકમભાઇ ભટ્ટી સાથે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ હતી કે હબીબ અને તેની સાથે રહેલા જાકીર ઉર્ફે જાકમભાઇ હબીબભાઈ ભટ્ટીએ ગાળાગાળી કરી ગનીભાઈને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઝઘડો જોઈને ફરિયાદી પોતાના ભાઈને બચાવવા વચ્ચે પડ્યા હતા, પરંતુ ઉશ્કેરાયેલા બંને આરોપીઓએ તેમને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાન આરોપી હબીબે લોખંડના ધારીયા વડે ગનીભાઈના માથા પર જોરદાર ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે ગનીભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમને માથામાં ફેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. જ્યારે બીજા આરોપી જાકીરે છરી બતાવીને ધમકાવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments