Wednesday, May 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયા(મી.) નજીક ટ્રકમાં સફેદ માટીની આડમાં છુપાવેલો 4.21 લાખનો દારૂ ઝડપાયો

માળીયા(મી.) નજીક ટ્રકમાં સફેદ માટીની આડમાં છુપાવેલો 4.21 લાખનો દારૂ ઝડપાયો

મોરબી : મોરબી-કચ્છ હાઇવે રોડ પર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમાંથી માળીયા (મી) પોલીસે એક સફેદ માટી ભરેલા ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે રૂ.4.21 લાખના દારૂ અને ટ્રક મળી કુલ 34,21,296 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. પટેલની સૂચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. પી. જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે RJ-19-GE-9114 નંબરના ટાટા કંપનીના ટ્રક ટ્રેઇલરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે દરોડો પાડી તપાસ કરતા ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 468 બોટલો અને 232 ચપલા મળી આવ્યા હતા. જોકે, પોલીસની આ કાર્યવાહીની જાણ થતાં જ ટ્રકનો ચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 30,00,000 રૂપિયાની કિંમતના ટાટા કંપનીના ટ્રક ટ્રેઇલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ટ્રકમાંથી 3,29,256 રૂપિયાની કિંમતની 408 બોટલ રોયલ સ્ટગ પ્રીમીયમ વ્હીસ્કી, 41,160 રૂપિયાની 60 બોટલ રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી, 22,080 રૂપિયાની કિંમતના 96 ચપલા સીગ્નેચર રેર એજ વ્હીસ્કી, 12,960 રૂપિયાની કિંમતના 48 ચપલા એંટીક્યુટી બ્લુ અલ્ટ્રા પ્લેટીનિયમ વ્હીસ્કી અને 15,840 રૂપિયાની કિંમતના 88 ચપલા રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડિલક્ષ વ્હીસ્કી મળી આવ્યા છે.આ બનાવ સંદર્ભે માળીયા (મી) પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી ડ્રાઈવરને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. પી. જાડેજા સાથે ASI પંકજભાઈ ખોડીદાસભાઈ નાગલા, હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ અમરશીભાઈ ગાંભવા, પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમાર, રાજદીપસિંહ શક્તિસિંહ ઝાલા, તુષારભાઈ હીરાભાઈ કણઝરિયા અને હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ લક્ષ્મણભાઈ જીલરિયા જોડાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments