Wednesday, May 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં એસ.ઓ.જી.ની કાર્યવાહી : વાડામાં ગાંજાનું વાવેતર કરતા એક ઝડપાયો

મોરબીમાં એસ.ઓ.જી.ની કાર્યવાહી : વાડામાં ગાંજાનું વાવેતર કરતા એક ઝડપાયો

મોરબી શહેરના સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી. ટીમે ગેરકાયદેસર માદક પદાર્થ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમીના આધારે વિદ્યૂતનગર પાછળ ભારતનગર મફતીયા પરા વિસ્તારમાં રેઇડ કરી ગાંજાના છોડનું વાવેતર કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન આરોપી પ્રભુભાઈ રઘુભાઈ મકવાણા પોતાના રહેણાંક મકાન સામે આવેલા વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ ઉગાડતો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી પોલીસે 8 નાના-મોટા લીલા ગાંજાના છોડ કબજે કર્યા હતા. જેનું કુલ વજન 4.086 કિલોગ્રામ અને કિંમત અંદાજે રૂ.2,04,300 હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આરોપી પાસેથી 290 ગ્રામ તૈયાર ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.14,500 હોવાનું પોલીસે જણાવ્યું હતું. આમ કુલ 4.376 કિલોગ્રામ ગાંજો, કિંમત રૂ.2,18,800 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(C), 20(A)(B) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments