Friday, May 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારીઓનો ધમધમાટ: મેયર શ્રી ઉત્તમભાઇ સુરાણીના અધ્યક્ષસ્થાને...

મોરબી મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારીઓનો ધમધમાટ: મેયર શ્રી ઉત્તમભાઇ સુરાણીના અધ્યક્ષસ્થાને ‘પ્રી-મોન્સૂન એક્શન પ્લાન’ની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

  • ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઇ દેથરીયા અને પદાધિકારીઓ-ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ
  • આગામી ચોમાસામાં નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વિવિધ કામગીરીની રૂપરેખા તૈયાર કરાઈ
    મોરબી:
    આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રજાજનોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ આપત્તિ વ્યવસ્થાપન સુદ્રઢ બને તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત આજે તા. ૨૯ મે, ૨૦૨૬ના રોજ મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમભાઇ સુરાણીના અધ્યક્ષસ્થાને એક ખાસ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • આ મહત્વપૂર્ણ બેઠકમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઇ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચોમાસા પૂર્વેની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ રાણપરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી જયંતીભાઈ પંડસુબિયા, દંડક શ્રી જયેશભાઈ દેસાઇ તેમજ શાસક પક્ષના નેતા શ્રીમતી અર્પિતાબા જાડેજા સહિતના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેયર શ્રી ઉત્તમભાઇ સુરાણીએ જણાવ્યું હતું કે, “મોરબીના નાગરિકોની સુરક્ષા અને સુવિધા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચોમાસા દરમિયાન વહીવટી તંત્ર સજ્જ રહે અને પ્રજાને ન્યૂનતમ હાલાકી ભોગવવી પડે તે માટે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને કામ કરવા આદેશ આપવામાં આવ્યા છે.”

ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઇ દેથરીયા અને અન્ય પદાધિકારીઓએ પણ અધિકારીઓ સાથે વિવિધ વોર્ડની ભૌગોલિક સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી, પ્રી-મોન્સૂન પ્લાનનું અમલીકરણ સમયસર થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments