મોરબી: મોરબીમાં આવતીકાલ તારીખ 03/06/2026, બુધવારના રોજ PGVCL દ્વારા મેન્ટેનન્સ અને નવી લાઈનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે મોરબી શહેર-1, ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ અને મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અલગ-અલગ સમયગાળા માટે બંધ રહેશે.
મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળના વિસ્તારો
11 KV ન્યુ બસસ્ટેન્ડ ફીડર (સવારે 07:30 થી બપોરે 03:30 સુધી): હાઉસીંગ બોર્ડ (શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર, છાત્રાલય રોડ અને નવયુગ સ્કુલની આજુબાજુનો વિસ્તાર, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વૃંદાવન પાર્ક, વિઠ્ઠલનગર અને યદુનંદન 1 થી 3 જેવા વિસ્તારોમાં પાવર બંધ રહેશે.
11 KV ટેલીકોમ ફીડર (સવારે 08:00 થી સવારે 10:00 સુધી): વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં. 1, 2 અને 3, ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર, ઓમ શાંતિ વિદ્યાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ, મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર, સદભાવના હોસ્પિટલ અને ક્રિષ્ના હોસ્પિટલ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.
ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારો વુગા જે.જી.વાય ફીડર (સવારે 08:00 થી બપોરે 02:00 સુધી): ઘૂંટુ એસ.એસ. માંથી નીકળતા આ ફીડરમાં મેન્ટેનન્સ કામગીરી અર્થે ઘૂંટુ ગામ તથા તેની આસપાસના ભાગના વિસ્તારોમાં પાવર કાપ રહેશે.
મેક્સવર્લ્ડ તથા પોઝિટિવ ફીડર (સવારે 08:00 થી સાંજે 07:00 સુધી): ભરતનગર એસ.એસ. માંથી નીકળતા આ બંને ફીડરમાં મેન્ટેનન્સ કામગીરીને પગલે પાવર બંધ રહેશે.
ઉપરોક્ત ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔધોગિક (એચ.ટી) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારો
કેરાળા જે.જી.વાય, રાજા અને એરિકોન ઇન્ડ. ફીડર (સવારે 08:30 થી સાંજના 04:00 સુધી): આ ફીડરમાં આવતા હરીપર, કેરાળા ગામ તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔધોગિક (એચ.ટી) વીજ્જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.










