Friday, June 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે રામપરા વીડી સેંચ્યુરી પાર્ક ખાતે ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે રામપરા વીડી સેંચ્યુરી પાર્ક ખાતે ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે રામપરા વીડી સેંચ્યુરી પાર્ક ખાતે “આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય” એક પેડ માં કે નામ ના સૂત્ર સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટીયા, જિલ્લા પ્રભારીશ્રી સક્સેનાજી, D.F.O., R.F.O. તેમજ વાંકાનેર રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, જિલ્લાના તેમજ તાલુકા/શહેર ભાજપના હોદેદારો, તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્તિ અને જળ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાએ પર્યાવરણની સુરક્ષા દરેક નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું જણાવી વધુમાં વધુ વૃક્ષો વાવી તેના ઉછેરની જવાબદારી લેવા અપીલ કરી હતી. સાથે જ તમામ નાગરિકો, યુવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments