Sunday, June 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ પર તવાઈ: રૂ.1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ પર તવાઈ: રૂ.1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા ખનીજ માફિયાઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓળ ગામની સીમમાં લીઝ વગર માટીનું ગેરકાયદેસર ખનન કરતા 1 એક્સકવેટર મશીન અને ખનીજ વહન કરતા 3 ડમ્પર મળી કુલ રૂપિયા 1,10,00,000 (એક કરોડ દસ લાખ) નો મુદ્દામાલ કબ્જે કરી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમને તપાસ દરમિયાન ઓળ ગામની સીમ વિસ્તારમાં લીઝ વિના માટીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે ઘટનાસ્થળે દરોડો પાડવામાં આવતા ખોદકામમાં ઉપયોગમાં લેવાતું SANY કંપનીનું હાઈડ્રોલિક ક્રોલર એક્સકવેટર મશીન મળી આવ્યું હતું. આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મશીન કબ્જે કર્યું હતું. આ ઉપરાંત, વાંકાનેર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા વાહનો પણ ઝડપી પાડ્યા હતા.

જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલની વિગત:

  1. ટાટા કંપનીનું ડમ્પર (રજી. નં. GJ-10-TY-8381) – કિંમત રૂ. 25,00,000
  2. અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર (રજી. નં. GJ-03-CU-1991) કિંમત રૂ. 30,00,000
  3. અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર (રજી. નં. GJ-03-BZ-0054) – કિંમત ३. 25,00,000
  4. SANY કંપનીનું હાઈડ્રોલિક ક્રોલર એક્સકવેટર મશીન – કિંમત રૂ.30,00,000

કૂલ મુદ્દામાલ રૂ. 1,10,00,000

આ સફળ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર બી.વી. પટેલ, ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી. ઘેલા, પીએસઆઈ ડી.વી. ખાંભલા અને વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ જોડાઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments