Sunday, June 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના ચરાડવા ગામ નજીક થયેલ ગમખ્વાર અકસ્માત મામલે ગુનો નોંધાયો

હળવદના ચરાડવા ગામ નજીક થયેલ ગમખ્વાર અકસ્માત મામલે ગુનો નોંધાયો

હળવદના ચરાડવા ગામ નજીક ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઇ જતી કારને અકસ્માત નડ્યો હતો જે અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા હતા તો બે ને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે જે ફરિયાદમાં પ્રકાશ હમીરભાઈ ડઢૈયા એ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ગામના લોકો સાથે કિયા સેલ્ટોસ જીજે ૩૬ એ એફ ૭૦૭૫ વાળી લઇ મોરબી જતા જતા દરમિયાન આરોપી ડમ્પર જીજે ૧૩ એ એક્સ ૫૨૮૭ ના ચાલકે ઇટાનો સિરામિક કારખાનામાંથી અચાનક બહાર કાઢી આજુબાજુ જોયા વગર કે કોઈપણ જાતનું સિંગલ આપ્યા વગર બંને રોડની વચ્ચે આવેલ રોડની કટમાં જવા માટે અચાનક પોતાનું ડમ્પર રોડની વચ્ચે આડું નાખી કિયા ગાડી સાથે ડમ્પર નું અકસ્માત કરી ફરિયાદી પ્રકાશભાઈને ઈજા પહોચાડી તથા અન્ય સાહેદ દીલીપભાઈને પણ ઈજા કરી તેમજ ગાડીમાં બેસેલ ભરતભાઈ પ્રભુભાઈ,પ્રેમજીભાઈ શંકરભાઈ,સુરેશભાઈ વિસાભાઇ,વિરમભાઇ ભીમાભાઇ અને પરેશભાઈ દિલીપભાઈને ગંભીર ઈજાઓ પહોચાડી મોત નીપજાવી ડમ્પર લઇ નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments