Sunday, June 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મોટી વાવડી ગામની સીમમાંથી 3.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબીના મોટી વાવડી ગામની સીમમાંથી 3.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે 2016 બોટલ દારૂ સાથે લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી: મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોટી વાવડી ગામની ગુંદાવાડી સીમમાં આવેલી ઓરડીમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને ચોક્કસ બાતમી મળી હતી કે, મોટી વાવડી ગામનો રહેવાસી વિજયસિંહ સજુભા જાડેજા પોતાના કબ્જા ભોગવટાવાળી ગુંદાવાડી સીમમાં આવેલી વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી ચોરીછુપીથી તેનું વેચાણ કરે છે. આ હકીકતના આધારે મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે આ જગ્યાએ રેડ કરી હતી.

દરોડા દરમિયાન પોલીસને ઓરડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ (વ્હીસ્કી) ની 2016 પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 3,74,976 થાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિજયસિંહ સજુભા જાડેજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી હાલ પકડવાનો બાકી હોવાથી પોલીસે તેને ઝડપી લેવા તજવીજ તેજ કરી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ઘેટીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એસ. સોંદરવા, પો. સ. ઇ. એચ. એસ. તીવારી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો જોડાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments