Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વિકાસ પ્રશ્ને અગ્રણીઓ સીએમની મુલાકાતે

મોરબીના વિકાસ પ્રશ્ને અગ્રણીઓ સીએમની મુલાકાતે

મોરબી : મોરબીમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ ગંભીર બની હોય ત્યારે મહાનગરપાલિકા બનાવવાની પણ જાહેરાત થઈ હોય મોરબીનો યોગ્ય રીતે વિકાસ થાય તે મુદ્દે ચર્ચા કરવા અગ્રણીઓ ગાંધીનગર ખાતે સીએમની મુલાકાતે દોડી ગયા હતા. રાજ્યના મૃદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર સચિવાલય ખાતે મુલાકાત કરી તેમજ મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો તેમજ વિકાસલક્ષી કાર્યો વિષે અવગત કર્યા હતા.મોરબીના વિકાસના હિત માટેની મુલાકાતમાં મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રણછોડભાઈ દલવાડી (મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ),જેઠાભાઈ મિયાત્રા (જીલ્લા ભાજપ મહામંત્રી,મળીભાઈ સરડવા (માળીયા તાલુકા ભાજપ પ્રમુખ),અરજણભાઈ હુબલ(માળીયા તાલુકા ભાજપ મહામંત્રી), યુવરાજસિંહ જાડેજા,માળિયા તાલુકા ઉપપ્રમુખ સહિતના જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments