Wednesday, June 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી એ ડિવિઝન પોલીસે ગુમ થયેલ 32 મોબાઈલ અને સોનાનો ચેન શોધી...

મોરબી એ ડિવિઝન પોલીસે ગુમ થયેલ 32 મોબાઈલ અને સોનાનો ચેન શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યાં

CEIR પોર્ટલની મદદથી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. 8.83 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે 32 મોબાઈલ ફોન અને ચીલ ઝડપમાં ગયેલો એક સોનાનો ચેન શોધી કાઢી કુલ રુ. 8.83 લાખનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત કર્યો છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા “CEIR” પોર્ટલનો ઉપયોગ કરીને કુલ 32 નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. 7,08,791) તેમજ એક ફરિયાદીનો ચીલઝડપમાં ગયેલો સોનાનો ચેન (કિંમત રૂ. 1,75,000) મળીને કુલ રૂ. 8,83,791નો મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યો હતો. આ તમામ મુદ્દામાલ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મૂળ અરજદારોને પરત સોંપીને મોરબી પોલીસે ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વાય બી જાડેજા, સબ ઇન્સપેક્ટર જે.સી. ગોહિલ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા અને આર્મ પોલીસ કોન્સ્ટેબલ રવીભાઇ ધરમશીભાઇ પટેલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments