Wednesday, June 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી માધાપરવાડી કન્યા શાળામાં માધ્યમિક શાળાનો શુભારંભ

મોરબી માધાપરવાડી કન્યા શાળામાં માધ્યમિક શાળાનો શુભારંભ

મોરબીની માધાપરવાડી શાળામાં પ્રથમ અઠવાડિયામાં જ ધો.9 ના એડમિશનમાં ધસારો

મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની શૈક્ષણિક સુવાસ દૂર સુદૂર ફેલાયેલી હોય,શાળા અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધમધમતી હોય,શાળામાં 425 જેટલી વિદ્યાર્થીનીઓની સંખ્યા હોય, ઘણી બધી વિદ્યાર્થીનીઓ નવમા ધોરણમાં પ્રવેશથી વંચિત રહી જતી હોય માધાપરવાડી વિસ્તારના પ્રીન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ ગ્રામજનો, આગેવાનો દ્વારા મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા-પડધરીના જાગૃત ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાને રજુઆત કરતાં બંને મહાનુભાવોના સંયુક્ત પ્રયાસોથી શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, રીવાબા જાડેજા અને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી મળતાં માધાપરવાડી વિસ્તારમાં માધાપરવાડી કન્યા શાળામાં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવેલ છે,નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી માધ્યમિક શાળાના ઈન્ચાર્જ પ્રીન્સિપાલ શ્રી મકબુલ શેરસિયાની નિમણુંક થતા માધ્યમિક શાળાનું કામ હોંશભેર, ઉત્સાહથી સંભાળી લીધું હોય 41 એકતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ધો.9 નવમા પ્રવેશ મેળવી માધ્યમિક શાળાનો અભ્યાસ રેગ્યુલર શરૂ કરેલ હોય પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના કેમ્પસમાં જ માધ્યમિક શાળાનો શુભારંભ થયેલ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments