Tuesday, June 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiયોગ એટલે જીવનને સંતુલિત બનાવવાની જીવનશૈલી. - સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા”

યોગ એટલે જીવનને સંતુલિત બનાવવાની જીવનશૈલી. – સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા”

12માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા અબડાસા તાલુકાના પિંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ રમણીય દરીયા કાંઠે ‘સાંસદ યોગ ઉત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું કે યોગ એ માત્ર કસરત નહીં પરંતુ શરીર, મન અને આત્માના સંતુલનનું શક્તિશાળી સાધન છે. આપણા દેશના યશશ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં યોગ પ્રત્યે જાગૃતિને વ્યાપ વધ્યો છે. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ દરમિયાન દેશવાસીઓ એ આરોગ્ય, જનજાગૃતિ અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કર્યો છે. યોગના વૈશ્વિક પ્રસાર દ્વારા ભારતે સમગ્ર વિશ્વને આરોગ્ય અને સુખાકારીનો અમૂલ્ય માર્ગ દર્શાવ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં વિવિધ સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણે સૌ એક સાથે મળીને આ સુંદર રમણીય દરિયા કાંઠે સામુહિક યોગાભ્યાસમાં જોડાઈ તંદુરસ્તી અને એકાગ્રતા માટે યોગ કરીએ..

આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ગોસ્વામી, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી રવિભાઈ ગરવા, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા, મહામંત્રી શ્રી વિનયભાઈ રાવલ, શ્રી ગોપાલભાઈ ગઢવી, અબડાસા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હર્ષરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી વિરમભાઈ આહીર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, અબડાસા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ દરજી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિક્રમસિંહ સોઢા, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી વસંતભાઈ વાઘેલા, માંડવી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર, માંડવી શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, માંડવી શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી શ્રી શક્તિસિંહ ઝાલા, શ્રી પ્રવિણભાઈ ભાનુશાલી, શ્રી ડાડાભાઈ બુચિયા, શ્રી કમાભાઈ રબારી, શ્રી રાજુભા સોઢા, શ્રી વેશલજી દાદા, શ્રી ભરતભાઈ સોમજીયાણી, શ્રી નરેશભાઈ મહેશ્વરી, શ્રી મોહનભાઈ ચાવડા, શ્રી વિક્રમસિંહ જાડેજા, શ્રી જગદીશસિંહ ગોહિલ, શ્રી ચેતનભાઈ ઠક્કર, યોગ ટ્રેનર શ્રી વિજયભાઈ શેઠ, શ્રી વર્ષાબેન પટેલ, શ્રી શર્મિલાબેન પટેલ, શ્રી દિશલ ડાભી સહિતના ઉપસ્થિત રહ્યા…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments