Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ફિઝિયોથેરાપી નિ:શુલ્ક કેમ્પ

મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ફિઝિયોથેરાપી નિ:શુલ્ક કેમ્પ

વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ ૮ સપ્ટેમ્બર નિમિતે મોરબીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર, શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ

નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે.

૧) હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ).

૨) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે

૩) સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ

૪) બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ. ૫) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો

૬) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો.

૭) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ

૮) ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે

૯) તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર

કેમ્પ તારીખ : ૦૮/૦૯/૨૦૨૪ રવિવાર કેમ્પનું સમય : ૮:૩૦-૧૨:૦૦

કેમ્પનું સ્થળ : સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદીરની પાછળ,જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી

આ કેમ્પમાં ડો. કેશા અગ્રવાલ (ન્યૂરો ફિઝિયોથેરાપીસ્ટ) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત તથા તેમની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ સેવા આપશે॰

નોંધ : આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. ૮૧૬૦૨૮૨૪૫૬, પર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. (જુના રીપોર્ટસ સાથે લાવવા)

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments