મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 9 વિસ્તારમાં કોર્પોરેટર ભગવતીબેન મુકેશભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે અવની મેઈન રોડ પર ભૂગર્ભ ગટર લાઇનની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન સર્જાય તેમજ ગટર ચોકઅપની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓને રાહત મળે તે હેતુથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા મશીનરીની મદદથી ગટરની સફાઈ કરવામાં આવી હતી.
કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયાએ જણાવ્યું હતું કે વોર્ડના વિવિધ વિસ્તારોમાં વરસાદ પૂર્વે જરૂરી સફાઈ અને જાળવણીની કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે. નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે અને સ્વચ્છતા સાથે સુચારુ ડ્રેનેજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા સતત કામગીરી કરી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ સમયસર હાથ ધરાયેલી આ પ્રિ-મોન્સૂન કામગીરીને આવકારી કોર્પોરેટર તથા મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.











