Thursday, July 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ સાથે 200મા કેન્સર કેમ્પની ઉજવણી સંદર્ભે સન્માન...

મોરબીમાં નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ સાથે 200મા કેન્સર કેમ્પની ઉજવણી સંદર્ભે સન્માન સમારોહ યોજાશે

(હરનિશ જોશી)મોરબી : શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ–મોરબી સંચાલિત મેહતા કુટુંબ પરિવાર પ્રેરીત શ્રી ડી.સી. મેહતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ–મોરબી દ્વારા તા. 25 જુલાઈ, શનિવારના રોજ સવારે 9:00 કલાકે નવાડેલા રોડ સ્થિત શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા તપાસ, માર્ગદર્શન અને જરૂરી સલાહ આપવામાં આવશે. આ સાથે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી યોજાયેલા આરોગ્યલક્ષી સેવાકાર્યોના ભાગરૂપે યોજાનારા 200મા કેન્સર કેમ્પની ઉજવણી તેમજ છેલ્લા 36 વર્ષથી કેન્સર ના દર્દીઓ માટે સતત સેવાકાર્ય કરનાર ડૉ. વિક્રમભાઈ ડી. સંઘવી નો તથા દાતાશ્રીઓ નો સન્માન સમારોહ પણ યોજાશે.

સમારોહના અધ્યક્ષસ્થાને શ્રી ભાવેશભાઈ વિ. શાહ (પ્રમુખશ્રી, શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ–મોરબી) રહેશે. મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા, ટ્રસ્ટના મુખ્ય દાતાશ્રી કિશોરભાઈ સી. મેહતા, શ્રી હેમલભાઈ બી. મેહતા, તેમજ મુંબઈ જૈન સમાજના પ્રમુખ શ્રી ચેતનભાઈ એસ. સંઘવી ઉપસ્થિત રહેશે.

વિશેષ અતિથિશ્રીઓમાં મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા, જૈન સમાજના અગ્રણીઓ ડૉ. હરિશભાઈ આર. મેહતા, ભુપતભાઈ સી. દોશી, જયેશભાઈ સી. શાહ, પ્રફુલભાઈ યુ. દોશી, ગુણવંતીબેન એમ. શાહ તેમજ દંડક શ્રી જયેશભાઈ વી. દેસાઈ સહિતના મહાનુભાવો હાજર રહેશે.

આ કાર્યક્રમમાં 200 કેન્સર કેમ્પના દાતાશ્રીઓ તથા ટ્રસ્ટના સેવાકાર્ય સાથે જોડાયેલા આગેવાનોનું પણ સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના સફળ આયોજન માટે ટ્રસ્ટના હોદ્દેદારો અને કાર્યકરોએ સમાજજનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments