ચોમાસામાં પૂર કે વાવાઝોડા જેવી કોઈપણ ઈમરજન્સીમાંમોરબીવાસીઓ 24 કલાક સંપર્ક કરી શકશે
મોરબી: ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સંભવિત પૂર કે વાવાઝોડા જેવી કોઈપણ આપત્તિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા ‘આપત્તિ વ્યવસ્થાપન કક્ષ’ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ) કાર્યરત કરવામાં આવ્યો છે.
નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. કોઈપણ ઈમરજન્સીના સમયે મોરબીના નાગરિકો નીચે મુજબના નંબર પર સંપર્ક કરી શકશે:
02822-220552
02822-220553










