Friday, July 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહાઈ એલર્ટ: આવતીકાલે ૨૫ જુલાઈ વહેલી સવારે ૦૪:૦૦ કલાકે મચ્છુ-૨ ડેમના પાટિયા...

હાઈ એલર્ટ: આવતીકાલે ૨૫ જુલાઈ વહેલી સવારે ૦૪:૦૦ કલાકે મચ્છુ-૨ ડેમના પાટિયા ખોલી અંદાજિત ૪૯૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાશે

ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં જળસપાટી વધતા મોરબી અને માળિયા(મીં) તાલુકાના ૨૯ ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના

નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર કરવા અને માલમિલકત તથા પશુઓને સલામત સ્થળે ખસેડવા તંત્રની ખાસ અપીલ

મોરબી તાલુકાના જોધપર ગામ નજીક આવેલા મચ્છુ-૨ જળાશયના ઉપરવાસમાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે પાણીની જંગી આવક નોંધાઈ રહી છે. હાલ ડેમમાં પાણીના પ્રવાહની જંગી આવક ચાલુ રહેતાં જળાશય મહત્તમ ભરાઈ ગયો છે, જળાશયની વધતી સપાટીને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે ૨૫ જુલાઈના રોજ વહેલી સવારે ૦૪:૦૦ કલાકે ૪૯૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. જેથી સાવચેતીના અગમચેતીના ભાગરૂપે નીચાણવાસના વિસ્તારો માટે હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ અન્વયે મચ્છુ-૨ ડેમના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના મોરબી શહેર ઉપરાંત ૨૦ ગામો: જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર તેમજ માળિયા(મીં) તાલુકાના ૯ ગામો: વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા મળી કુલ ૨૯ ગામોના નાગરિકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીપટના વિસ્તારોમાં રહેતા લોકોને નદીમાં અવરજવર ન કરવા, પશુઓને નદીપટમાં ન મોકલવા તથા માલ-મિલકત સલામત સ્થળે ખસેડી તંત્રના આદેશોનું ચુસ્ત પાલન કરી વહીવટી તંત્રને સહયોગ આપવા કરવા ખાસ અનુરોધ કરાયો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments