Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમા ઉછીના પૈસા પરત ન આપતા વેપારીને ઓફિસમાં પુરી માર માર્યો

મોરબીમા ઉછીના પૈસા પરત ન આપતા વેપારીને ઓફિસમાં પુરી માર માર્યો

મોરબી : મોરબીમાં સિરામિક રો મટીરીયલના વેપારી યુવાને મિત્ર પાસેથી લીધેલા 1 લાખ પરત ન કરતા મિત્રએ અન્યની ઓફિસે બોલાવી યુવાનને ઓફિસમાં પુરી પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર મારી જાનથી મારી નાખવા ધમકી આપ્યાની વેપારી યુવાને ફરિયાદ નોંધાવી છે.

મોરબીમાં સિરામિક રો-મટિરિયલનો ધંધો કરતા અને ઉમા ટાઉનશીપમા આલ્ફા હોમમાં રહેતા હાર્દિક કાંતિભાઈ બોપલીયાએ તેના મિત્ર ચેતન વરમોરા (રહે. ક્રાંતિજ્યોત,મહેન્દ્રનગર)ની પાસેથી રૂપિયા એક લાખ હાથ ઉછીના લીધા હતા અને આ રૂપિયા પરત ન કર્યા હોવાનો ખાર રાખી ચેતન વરમોરાએ હાર્દિકને શનાળા રોડ ઉપર કબીબી બેકરી ઉપર આવેલ મયુરસિંહ જાડેજાની ઓફિસે બોલાવીને ચેતન, મયુરસિંહ અને એક અજાણ્યા શખ્સએ હાર્દિકને પહેલા ઢીકાપાટુનો માર મારીને આટલેથી ન અટકતા મયુરસિંહે પ્લાસ્ટિકના ધોકા વડે બેહરહેમીથી માર મારી આ વાત કોઈને કરશે તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments