Saturday, August 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપરશુરામ યુવા ગૃપ દ્વારા આવતીકાલે રવિવારે નિઃશુલ્ક જનોઈ વિતરણ કરાશે

પરશુરામ યુવા ગૃપ દ્વારા આવતીકાલે રવિવારે નિઃશુલ્ક જનોઈ વિતરણ કરાશે

5 વિવિધ સ્થળોએ ભૂદેવો માટે જનોઈ વિતરણ કાર્યક્રમ યોજાશે

મોરબી ડેઈલી:પવિત્ર શ્રાવણ માસ અને આગામી બળેવ (રક્ષાબંધન)પર્વને ધ્યાનમાં રાખીને મોરબીના પરશુરામ યુવા ગૃપ દ્વારા શહેરના ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 23-08-2026, રવિવારના રોજ મોરબી શહેરના કુલ 5 અલગ-અલગ સ્થળોએ આ જનોઈ વિતરણ કરવામાં આવશે. સંસ્થા દ્વારા તમામ ભૂદેવોને આ ધાર્મિક કાર્યનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જનોઈ વિતરણના સ્થળો અને સમય:

અગ્નેશ્વર મહાદેવ મંદિર: LE કોલેજ રોડ, સામાકાંઠે, મોરબી – 2 (સમય: સવારે :9:00थी 11:00)

સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ હોલ: ભવાની ચોક, મોરબી – 1 (સમય: સવારે :9:00थी 11:00)

બ્રહ્મપુરી સોસાયટી: નવલખી રોડ, મોરબી (સમય: સવારે 9:00 થી 11:00)

ગાયત્રી મંદિર: વાઘપરા નં. 14, મોરબી (સમય: સવારે 9:00 થી 11:00)

પરશુરામ ધામ મંદિર: નવલખી રોડ, મોરબી (સમય: સાંજે 6:00 થી 8:00)

ખાસ નોંધ: જનોઈ મેળવવા માટે સ્થળ ઉપર આધાર કાર્ડ અથવા અન્ય કોઈ ફોટો પ્રૂફ ID સાથે રાખવું ફરજિયાત છે. નિઃશુલ્ક વિતરણ સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી જ માન્ય રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગૃપના પ્રમુખ કૌશલ મહેતા (70697 69859), મહામંત્રી ધર્મ રાવલ (99241 57044) અને વિશ્વાસ જોશી (99796 13433) જહેમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments