Saturday, August 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદિલીપભાઈ પરમારના પરિવારે તેમની દીકરી ધ્યાનીના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરી

દિલીપભાઈ પરમારના પરિવારે તેમની દીકરી ધ્યાનીના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરી

મકનસર ખાતે બાલ સંસ્કાર કેન્દ્રના બાળકો સાથે ઉજવણી કરી શૈક્ષણિક કીટ અને નાસ્તાનું વિતરણ કરાયું

મોરબી ડેઈલી : “પોતાના જન્મદિવસ પર અન્યના ચહેરા પર સ્મિત લાવવું એ જ જીવનનો સાચો ઉત્સવ છે.” આ ઉક્તિને ચરિતાર્થ કરતા મોરબીમાં આર.એસ.એસ.ના કાર્યકર્તા દિલીપભાઈ પરમારના પરિવારે તેમની દીકરી ધ્યાનીના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરી હતી

ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા મકનસર ખાતે ચાલતા નચિકેતા બાલ સંસ્કાર કેન્દ્રના બાળકો સાથે આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમના ચહેરા પર સ્મિત લાવવા માટે સુંદર આયોજન કરાયું હતું.

દિલીપભાઈ પરમાર દ્વારા બાળકોને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક શાળાના બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધ્યાનીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બાલ સંસ્કાર કેન્દ્રના તમામ બાળકોને ચોકલેટ, સ્વાદિષ્ટ નાસ્તો અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.

આ સેવાકીય ઉજવણીમાં ધ્યાનીના પરિવારજનો ઉપરાંત બાલ સંસ્કાર કેન્દ્રના સંચાલક સંતોષબેન ઘાટલિયા, ચિત્રકુટ ઉપનગરના સેવા પ્રમુખ હિતેષભાઇ પાડલીયા અને ચિત્રકુટ ઉપનગરના સંપર્ક પ્રમુખ બેચરભાઈ અઘારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments