Monday, August 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ દ્વારા "પંડીત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન ૨૦૨૬" નો...

મોરબી જિલ્લા ભાજપ દ્વારા “પંડીત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન ૨૦૨૬” નો ઓશો કેસર ફાર્મ ખાતે ભવ્ય પ્રારંભ

મોરબી ડેઈલી:ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત “પંડીત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન ૨૦૨૬” અંતર્ગત મોરબી જિલ્લા ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ નવા સજનપર, મોરબી ખાતે આવેલ ઓશો કેસર ફાર્મ ખાતે પ્રશિક્ષણ વર્ગના વાલી શ્રી રમેશભાઈ મુંગરાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો.

આ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે પ્રદેશમાંથી પધારેલા વક્તાઓ દ્વારા અલગ-અલગ બે સત્ર યોજવામાં આવ્યા હતા:
પ્રથમ સત્ર (ઉદ્ઘાટન સત્ર): પ્રથમ સત્રમાં ‘કાર્યકર્તા વિકાસ સંભાળ’ વિષય પર વક્તા શ્રી ચંદ્રશેખરભાઇ દવેએ ઉપસ્થિત રહીને માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું.
દ્વિતીય સત્ર: બીજા સત્રમાં વક્તા શ્રી અભયસિંહ ચૌહાણ દ્વારા ‘ભાજપનો ઇતિહાસ’ વિષય પર ઊંડાણપૂર્વક કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા હતા.

પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે મોરબી જિલ્લાના વિવિધ શ્રેષ્ઠીઓ અને ભાજપના પદાધિકારીઓએ પ્રશિક્ષણાર્થી તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું:

જિલ્લા તથા પ્રદેશ પદાધિકારીઓ: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટીયા, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ગજેન્દ્રભાઇ સક્સેના, મહામંત્રી શ્રી અરવિંદભાઈ વાંસદડીયા, શ્રી તપનભાઇ દવે, શ્રી ચતુરભાઈ મકવાણા તથા ગુજરાત ભાજપના સહ-કોષાધ્યક્ષ શ્રી મોહનભાઈ કુંડારીયા.
પ્રતિનિધિઓ તથા પૂર્વ આગેવાનો: મંત્રી શ્રી કાન્તીભાઇ અમૃતિયા, ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઇ દેથરીયા, શ્રી જીતુભાઈ સોમાણી, પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી.
અન્ય અપેક્ષિત હોદ્દેદારો: મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખશ્રીઓ, તાલુકા અને શહેર મંડળના પ્રમુખશ્રીઓ તેમજ જિલ્લાના તમામ અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ.
આ કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા નિયત સમયમર્યાદામાં ખૂબ જ સુ વ્યવસ્થિત અને સમયબદ્ધ રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments