મોરબી ડેઈલી: આ વર્ષે બહેનો અને પરિવારોને સુરક્ષિત અને પારિવારિક માહોલ મળી રહે તેવા શુભ આશયથી મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ-2026 દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક (ફ્રી) ગરબા ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફ્રી ગરબા ક્લાસીસમાં માત્ર બહેનો અને ફેમિલી બેન્ચ જ રાખવામાં આવી છે. જેમાં બહેનો માટે સાંજે 5 થી 7 અને ફેમિલી માટે રાત્રે 9 થી 11 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ક્લાસીસની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં બહેનોને માત્ર બહેનો દ્વારા જ ગરબા શીખવવામાં આવશે. જ્યારે ફેમિલી બેન્ચમાં પણ બહેનો માટે બહેનો અને ભાઈઓ માટે ભાઈઓ જ ટ્રેનર તરીકે રહેશે, જેથી કોઈને કોઈ અગવડતા ન પડે અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે.
આ ઉપરાંત આયોજકોનું સ્પષ્ટ માનવું છે કે, ગરબા ક્લાસીસ 3 કે 4 મહિના અગાઉ શરૂ કરવાની કોઈ જરૂર નથી. માત્ર 1 મહિનાના સમયગાળામાં પણ ગરબાના તમામ સ્ટેપ ખૂબ જ સારી રીતે શીખી શકાય છે. તેથી આ ક્લાસીસ નવરાત્રીના એક મહિના પૂર્વે જ શરૂ કરવામાં આવી રહ્યા છે.
આ નિઃશુલ્ક ગરબા ક્લાસીસનો પ્રારંભ આવતીકાલ તારીખ 26/08/2026 થી રાત્રે 9 કલાકે કરવામાં આવશે. જે પણ ખેલૈયાઓ અને પરિવારો આ ક્લાસીસમાં જોડાવા માંગતા હોય તેઓ એરોબીક્સ ગ્રાઉન્ડ, એસ.પી. રોડ, સરદાર આર્કેડ પાછળ, મોરબી-1 ખાતે જઈ શકે છે. ક્લાસમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ નંબર 99133 08347 નો સંપર્ક કરવા જણાવાયું છે.











