Wednesday, August 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજેતપર સત્યાગ્રહ છાવણી : ભાજપના ધારાસભ્યો અને લોકસભા સાંસદોને ખેડૂતોની ચેલેન્જ

જેતપર સત્યાગ્રહ છાવણી : ભાજપના ધારાસભ્યો અને લોકસભા સાંસદોને ખેડૂતોની ચેલેન્જ

મોરબી ડેઈલી:જેતપર ગુજરાત સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતો અઢી માસથી વીજ લાઈન વળતર મામલે લડત ચલાવી રહ્યા છે ગામડે ખેડૂત સભા, વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે જેમાં આજે છાવણીમાંથી ભાજપના ૧૬૨ ધારાસભ્યો અને ૨૫ લોકસભા સાંસદોને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે 

ખેડૂતોએ ગુજરાતના ભાજપના ૧૬૨ ધારાસભ્યો અને ૨૫ લોકસભા સાંસદોને ખુલ્લો પડકાર આપતા જણાવ્યું છે કે વીજપોલ અને તારના કારણે ખેડૂતોને થતા નુકશાન અંગે સરકાર દ્વારા તા. ૦૪ જુલાઈના પરિપત્રથી ખેડૂતોને સંપૂર્ણ અને કાયદાકીય વળતર મળે છે એવું કોઈપણ નેતા કાયદાકીય આધાર સાથે સાબિત કરી આપે તો અમે આંદોલન બંધ કરી દેશું અને જો સાબિત ના કરી શકો તો તમારું રાજીનામું આપો તેમજ ખેડૂતોની સાથે છાવણીમાં બેસીને સમર્થન આપવાનું રહેશે આમ ખેડૂતોએ ખુલ્લો પડકાર ફેંકી દીધો છે હવે કોઈ નેતા પડકાર ઝીલવા આગળ આવે છે કે નહિ તે જોવાનું રહ્યું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments