Saturday, August 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની ઘૂટું રોડ પરથી માલવાહક ગાડીમાંથી દારૂની ૧૦૯૨ બોટલનો જથ્થો જપ્ત

મોરબીની ઘૂટું રોડ પરથી માલવાહક ગાડીમાંથી દારૂની ૧૦૯૨ બોટલનો જથ્થો જપ્ત

૮.૨૧ લાખના દારૂ સહીત કુલ રૂ ૧૧.૨૧ લાખનો મુદામાલ જપ્ત

મોરબીના જુના ઘૂટું રોડ પર સિલ્વર પાર્ક સોસાયટીમાં માલવાહક ગાડીમાંથી દારૂની ૧૦૯૨ બોટલનો જથ્થો ઝડપી લઈને પોલીસે ૮.૨૧ લાખનો દારૂ અને ૩ લાખનું વાહન સહીત કુલ રૂ ૧૧.૨૧ લાખની મત્તા કબજે લીધી છે વાહનચાલક વાહન રેઢું મૂકી નાસી જતા એલસીબી ટીમે વધુ તપાસ ચલાવી છે

મોરબી એલસીબી ટીમ તહેવારોને ધ્યાને લઈને પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સુપર કેરી માલવાહક ગાડી જીજે ૩૬ વી ૫૭૧૫ નો ચાલક વાહનમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જુના ઘૂટું રોડ સિલ્વર પાર્કમાં આવ્યો છે અને કોઈને દારૂ પહોંચાડવાની પેરવીમાં છે જે બાતમીને પગલે સિલ્વર પાર્ક સોસાયટીમાં રેડ કરતા વાહનચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો સ્થળ પરથી માલવાહક વાહન મળી આવ્યું હતું જેની તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો 

સુપરકેરી વાહનમાંથી ઓલ ડીઝન વ્હીસ્કી ૫૧૬ બોટલ, રોયલ સ્ટગ વ્હીસ્કીની ૪૮૦ અને બ્લેન્ડર પ્રાઈડની ૯૬ બોટલ મળીને રૂ ૮,૨૧,૨૯૨ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો અને સુપર કેરી માલવાહક ગાડી કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૧૧,૨૧,૨૯૨ નો મુદામાલ જપ્ત કર્યો છે અને બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનો નોંધી ગાડીના ચાલકની શોધખોળ હાથ ધરી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments