Saturday, August 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજન્માષ્ટમી પર્વે જલારામ ધામ દ્વારા રાહતદરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાશે

જન્માષ્ટમી પર્વે જલારામ ધામ દ્વારા રાહતદરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાશે

31 ઓગસ્ટ સોમવાર બપોરથી વિતરણ શરૂ થશે: એડવાન્સ બુકિંગની જરૂર નથી

મોરબી ડેઈલી : મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વે સમાજના તમામ વર્ગના લોકો તહેવારની મજા માણી શકે તે હેતુથી સર્વજ્ઞાતિય રાહતદરે શુદ્ધ ઘીની મીઠાઈ અને ફરસાણના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિતરણ આગામી 31-08-2026, સોમવાર બપોરથી શરૂ કરવામાં આવશે. મીઠાઈ કે ફરસાણ મેળવવા માટે કોઈપણ પ્રકારના એડવાન્સ બુકિંગની આવશ્યકતા નથી.

રાહતદરે ઉપલબ્ધ મીઠાઈઓ

મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ

પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક, બોમ્બે હલવો કેસર પેંડા, સફેદ પેંડા

રાહતદરે ઉપલબ્ધ ફરસાણ

ભાવનગરી ગાંઠિયા, પાપડી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, તીખા ગાંઠિયા સેવ, તીખી સેવ, તીખું ચવાણું, મોળું ચવાણું, સક્કરપારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજિયા, તીખી દાળ, બટેકા વેફર (મોરી અને તીખી), કેળા વેફર, ભાખરવડી, ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, ખાખરા, મસાલા સિંગ,

વ્યવસાયિક પ્રતિષ્ઠાન કે સંસ્થાના કર્મચારીઓને મીઠાઈ તથા ફરસાણની કીટ વિતરણ કરવા માટે ગિરીશભાઈ ઘેલાણી (મો. 9825082468) અથવા હરીશભાઈ રાજા (મો. 9879218415)નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments