Saturday, August 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરક્ષાબંધનના પવિત્ર પર્વે ભુજ સાંસદ સંપર્ક સદન કાર્યાલય ખાતે સાંસદશ્રી દ્વારા સફાઈ...

રક્ષાબંધનના પવિત્ર પર્વે ભુજ સાંસદ સંપર્ક સદન કાર્યાલય ખાતે સાંસદશ્રી દ્વારા સફાઈ કામદાર બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી

ભુજ ખાતે રક્ષાબંધનના પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે માનનીય સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા સફાઈ કામદાર બહેનો સાથે આત્મીયતાપૂર્વક રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સફાઈ કામદાર બહેનોએ સાંસદશ્રીને રાખડી બાંધીને ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પવિત્ર બંધનને ઉજાગર કર્યું હતું.

સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, રક્ષાબંધન એ ભાઈ બહેન વચ્ચેના પ્રેમ – વિશ્વાસ અને પવિત્ર સબંધનો એક પ્રખ્યાત અને પ્રાચીન તહેવાર છે.

આ પ્રસંગે સાંસદશ્રીએ સફાઈ કામદાર બહેનો દ્વારા શહેરની સ્વચ્છતા અને જનસ્વાસ્થ્ય માટે કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છ અને સુંદર સમાજના નિર્માણમાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ અને અમૂલ્ય છે. તેમના પરિશ્રમ અને સમર્પણને સમાજે હંમેશા સન્માન આપવું જોઈએ.

રક્ષાબંધનના આ પવિત્ર દિવસે સફાઈ કામદાર બહેનો સાથે ઉજવણી કરીને સાંસદશ્રીએ તેમના પ્રત્યે સન્માન, લાગણી અને ભાઈચારા વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. સફાઇ કામદાર બહેનોએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા. સાંસદશ્રી વિનોદભાઇ તરફ થી દરેક બહેનોને શુભેચ્છા રૂપે સાડી અને શુભેચ્છા અર્પણ કરી હતી.

આ પ્રસંગે ભુજ નગરપતિ શ્રી શીતલ શાહ, કારોબારી ચેરમેન શ્રી કમલ ગઢવી,શ્રી વિરમભાઈ આહીર સહ શ્રી સંબંધિત આગેવાનો, કાર્યકરો તથા સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીએ સામાજિક સમરસતા અને માનવતાના સુંદર સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments