મોરબી ડેઈલી:મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગામમાં ઘરે ઘરે દીપ પ્રગટાવી વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગોર ખીજડીયા ગામના રામદેવપીરના મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તંદુરસ્ત જીવન અને દીર્ઘાયુ માટે આરતી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું આયોજન ગામના સરપંચ ગૌતમ હરજીવનભાઈ મોરડિયા તથા તલાટી કમ મંત્રી રવિભાઈ હુંબલના આયોજન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.












