મોરબી ડેઈલી : મોરબીના રાજમાતા વિજયાકુંવરબા સાહેબનું અવસાન થતાં સમગ્ર પંથકમાં અને રાજપૂત સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ દુઃખદ ઘટનાને પગલે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આગામી દશેરા પર્વ નિમિત્તે યોજાનાર તમામ ઉજવણી અને કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજમાતાના નિધનના શોક અનુસંધાને આગામી તા. 20/10/2026 ના રોજ રાજપૂત સમાજ દ્વારા આયોજિત દશેરા રેલી તેમજ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ સંપૂર્ણપણે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ દિવસે કોઈ કાર્યક્રમ યોજાશે નહીં અને સમગ્ર સમાજ દ્વારા શોક પાળવામાં આવશે.









