Friday, November 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોંઘવારી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના વેચાણ સામે મોરબી આમ આદમી પાર્ટીનો વિરોધ, આવેદનપત્ર...

મોંઘવારી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના વેચાણ સામે મોરબી આમ આદમી પાર્ટીનો વિરોધ, આવેદનપત્ર પાઠવાયું

ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં લાવવા તથા નકલી માલસામાન સામે કડક કાર્યવાહીની માંગ

મોરબી ડેઈલી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને બજારમાં બેરોકટોક વેચાતી નકલી તથા ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ પર નિયંત્રણ લાદવાની માંગ સાથે આજ રોજ મોરબી આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે અને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. એક તરફ મોંઘવારીનો માર છે, તો બીજી તરફ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. આવી કપરી પરિસ્થિતિમાં સામાન્ય પરિવારો માટે બાળકોનું શિક્ષણ, વડીલોની દવાઓ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી કઠિન બની રહી છે.

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે, ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર અંકુશ લાવવા યોગ્ય પગલાં લેવામાં આવે. આ ઉપરાંત નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા તથા બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. જનહિતના આ ગંભીર મુદ્દે સરકાર તાત્કાલિક યોગ્ય પગલાં ભરીને પ્રજાને મોંઘવારીમાંથી રાહત અપાવે તેવી અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments