Sunday, November 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની...

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ

સંકલન બેઠક સાથે પ્રવાસન સમિતિ અને આયોજન સહિતની બેઠકોમાં મહત્વની ચર્ચા વિચારણા કરાઈ

મોરબીમાં જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. આ સાથે પ્રવાસન સમિતિ અને જિલ્લા આયોજન સહિતની બેઠકો પણ યોજાઈ હતી, જ્યાં પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકોપ્રશ્નો અને વિવિધ વિકાસલક્ષી કામોની પ્રગતિ સહિત મહત્વના મુદ્દાઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરશ્રીએ રોડ રસ્તાના પ્રશ્નો અને વિકાસકામોની પ્રગતિ અને જિલ્લાના પ્રશ્નો અંગે વિગતે ચર્ચા કરીને જરૂરી સૂચનો અને દિશા નિર્દેશો આપ્યા હતા.

જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાની અલગ અલગ કચેરી માટે નવી જમીન ફાળવણી તથા સ્વાગત પોર્ટલ અને પીજી પોર્ટલ પર પેન્ડિંગ રહેલા તમામ પ્રશ્નોની સમીક્ષા કરી તેનો સમયમર્યદામાં યોગ્ય નિરાકરણ આવે તે માટે જેતે વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગતની કામગીરી બાબતે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રવાસન સમિતિ અને આયોજન બેઠકમાં આયોજન હેઠળના વિકાસકામો અને પ્રગતિ તથા પ્રવાસન સ્થળોના વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગીતાબેન દુબરીયા, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments