Sunday, November 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિશ્વ શૌચાલય દિવસ’ ની ઉજવણી: ‘સ્વચ્છ શૌચાલય-ગરિમામય ભવિષ્ય’...

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિશ્વ શૌચાલય દિવસ’ ની ઉજવણી: ‘સ્વચ્છ શૌચાલય-ગરિમામય ભવિષ્ય’ અભિયાનનો શુભારંભ

તા. ૧૯ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ચાલશે વિશેષ ઝુંબેશ; વ્યક્તિગત અને સામુહિક શૌચાલયોના સુશોભન સાથે ગ્રામજનોને સ્વચ્છતા અંગે સમજૂત કરાયા

મોરબી ડેઈલી:વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને તા. ૧૯/૧૧/૨૦૨૬ ના રોજ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાગૃતિના હેતુસર વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ દિવસે તા. ૧૯/૧૧/૨૦૨૬ થી તા. ૧૦/૧૨/૨૦૨૬ સુધી ચાલનારા ‘સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય’ અભિયાનનો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો હતો.

અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાના કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વ્યક્તિગત તથા સામુહિક શૌચાલયોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન શૌચાલયોની સાફ-સફાઈ અને સુશોભનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે ગ્રામજનોને શૌચાલયોના નિયમિત ઉપયોગ, જાળવણી અને સ્વચ્છતાના મહત્વ અંગે સવિસ્તર સમજૂત કરવામાં આવ્યા હતા, જેથી ગ્રામ્ય સ્તરે સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણ વધુ સુદ્રઢ બને.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments