Tuesday, November 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશિયાળુ પાક માટે પાણી છોડાવવા ખેડૂતો ને સાથે રાખી પંકજ રાણસરિયા એ...

શિયાળુ પાક માટે પાણી છોડાવવા ખેડૂતો ને સાથે રાખી પંકજ રાણસરિયા એ કરી રજુઆત

મોરબી ડેઈલી:છેલ્લા ઘણા દિવસો થી જેતપર, ચકમપર અણિયારી અને રાપર ગામ ના ખેડૂતો ને શિયાળુ પાક માટે ઘોડાધરી ડેમ માંથી પાણી આપવામા ગલ્લા તલ્લા કરવામા આવતા હતા. ખેડૂતો પાસે થી પાણી આપવા ના ફોર્મ ઘણા દિવસો પહેલા ભરાવી લેવા મા આવ્યા હતા એટલે ખેડૂતો એ પણ પાણી આપશે એવી આશા થી વાવણી કરી નાખી હતી ત્યાર બાદ ઘણા દિવસો થી પાણી આપવા મા આવ્યું નહી એટલે આ બધા ગામ ના ખેડૂતો એ પંકજ રાણસરીયા ને સાથે રાખી ડેમ ઉપર પહોંચ્યા હતા ત્યાં અધિકારી ઓ સાથે રજુઆત કરી અધિકારી પાસે થી ખાત્રી લેવા મા આવી. ૨૬ તારીખે સાંજે ૬ વાગ્યા પહેલા પાણી છોડી આપશે એવી ત્યાં ના અધિકારી દ્વારા ખાતરી આપવામા આવી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments