Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-માળિયા હાઇવે ઉપર ગાળા પાટિયા નજીક ટ્રક પલટી ગયો

મોરબી-માળિયા હાઇવે ઉપર ગાળા પાટિયા નજીક ટ્રક પલટી ગયો

મોરબી મોરબી-માળીયા હાઈવે પર ગાળા ગામના પાટિયા પાસે સિમેન્ટ ભરેલી એક ટ્રક પલટી ગઈ હતી. સિમેન્ટ ભરીને મોરબી થી માળિયા તરફ જઈ રહેલો આ ટ્રક ગાળા ગામના પાટીયા પાસે ઓવરટેક કરતા સમયે અચાનક પલટી મારી ગયો હતો.

ટ્રક પલટી મારી જતા એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો. ટ્રક પલટી જતા ટ્રક ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા જ હાઇવે પોલીસ, ટ્રાફિક પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ હાઈવે પોલીસની ક્રેઇન દ્વારા ટ્રકને રોડ પરથી દૂર કરી ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રકના માલિક પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટ્રકના માલિકે જણાવ્યું હતું કે, સિમેન્ટ ભરેલી આ ટ્રક વેજલપર જઈ રહી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની ન થઈ હોવાની પણ તેમણે જણાવ્યું

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments