Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના કાલિકાનગરમાં લોડરનું હેવી વ્હીલ માથે ફરી વળતા માસૂમ બાળકનું કરુણ મોત

મોરબીના કાલિકાનગરમાં લોડરનું હેવી વ્હીલ માથે ફરી વળતા માસૂમ બાળકનું કરુણ મોત

કાલિકાનગર ગામની સીમમાં બાળક લોડરના સુપડામાં રમતું હોય ત્યારે લોડર ચાલકે સૂપડું ઊંચું કરતા બાળક નીચે પડી જતા લોડરના વ્હીલ નીચે દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે

મૂળ એમપીના વતની અને હાલ લખધીરપુર રોડ કાલિકાનગર ગામની સીમમાં રહેતા જીતેન ગુમનસિંહ ડાવર (ઉ.વ.૨૧) વાળાએ આરોપી લોડર વાહન જીજે ૩૬ એસ ૩૭૧૭ ના ચાલક સુનીલભાઈ કાળુભાઈ મેડા (ઉ.વ.૨૩) રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી સુનીલભાઈ મેળાએ લોડર જીજે ૩૬ એસ ૩૭૧૭ વાળું કાલિકાનગર ગામની સીમમાં તુલસી મિનરલ્સ કારખાનાના બોઈલ મિલ વિભાગમાં આગળ પાછળ જોયા વગર ચલાવી લોડરનું આગળનું સૂપડું ઊંચું કરતા સુપડામાં રમતો ફરિયાદીનો દીકરો શિવા (ઉ.વ.૦૩) વાળો સુપડામાંથી નીચે જમીન પર પડી જતા લોડરનું વ્હીલ માસૂમના છાતીના ભાગે ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments