મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામે આવેલ કારખાનામાંથી પાંચેક દિવસ પહેલા કોપર વાયરનુ 100 કિલોગ્રામ વજનનું ફિન્ડલું ચોરી થઈ હયી. આ ચોરીની પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. આ ઘટનાને અંજામ આપનાર પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામની સીમમાં આવેલ યારા ડેકોરેટિવ નામના કારખાનામાં 100 કિલોગ્રામ કોપર વાયર કિંમત રૂપિયા 25 હજારની ચોરી થઈ હોવાની કારખાનેદારે હાર્દિક રજનીકાંત ચીખલિયાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ચોરીને અંજામ આપનાર એલઇ કોલેજ રોડ ઉપર ઝૂંપડામાં રહેતા મૂળ પોરબંદરના આરોપી જીતેન્દ્રભાઇ જીવાભાઇ પરમાર, મધ્યપ્રદેશના વતની અને હાલમાં ત્રાજપર રહેતા વિક્રમભાઇ કૈલાશ અંબલીયાર, મધ્યપ્રદેશના અને હાલમાં પાડા પુલ નીચે રહેતા અમજદભાઇ ફકીરમહંમદભાઇ પઠાણ, રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા અને વિરેનભાઇ વિજયભાઇ રાઠોડને ઝડપી લઈ ચોરીના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.










