Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નગરપાલિકાના 45 ડી હેઠળના કામોની માહિતી માંગતી કોંગ્રેસ

મોરબી નગરપાલિકાના 45 ડી હેઠળના કામોની માહિતી માંગતી કોંગ્રેસ

માહિતી નહીં મળે તો કોંગ્રેસની ધરણાની ચીમકી

મોરબી : મોરબી શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા આવાસો તથા નગરપાલિકા દ્વારા 45 ડી હેઠલ કરવામાં આવેલા કામો અંગેની માહિતી ચીફ ઓફિસર પાસે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા માગવામાં આવી હતી. પરંતુ આ માહિતી આજદિન સુધી આપવામાં ન આવી હોવાની વાત કિશોરભાઈ ચિખલીયાએ કરી છે.

કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું છે કે, ચીફ ઓફિસરને રૂબરૂ મળીને આ માહિતી આપવા આજ રોજ જણાવાયું છે. ચીફ ઓફિસર સાહેબ દ્વારા આગામી 10 દિવસમાં મુખ્યમંત્રી આવાસ યોજના તથા 45 ડી હેઠળ થયેલા કામોની સંપૂર્ણ માહિતી આપવા માટે જણાવાયું છે. જો આ માહિતી 10 દિવસમાં આપવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરી ખાતે પ્રતીક ધરણા કરીશું તેમ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments