Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દિવાળીના તહેવારોમાં બે સ્થળેથી બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીમાં દિવાળીના તહેવારોમાં બે સ્થળેથી બિયરનો જથ્થો ઝડપાયો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા અને માળીયા વનાળિયામાં બે અલગ અલગ દરોડા પાડતા બિયરનો જંગી જથ્થો પકડાયો હતો સાથે જ માળીયા વનાળિયામા વિદેશી દારૂના ચપલાને પણ ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરના વિશિપરા બિલાલી મસ્જિદ પાછળ આરોપી સુનિલ સવજીભાઈ સોલંકીના રહેણાંકમાં દરોડો પાડી આરોપીના મકાનમાંથી કિંગ ફિશર બ્રાન્ડ બિયરના 168 ટીન કિંમત રૂપિયા 21 હજાર મળી આવ્યા હતા. જો કે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.તેમજ પોલીસે ભડિયાદ રોડ ઉપર માળીયા વનાળિયામા મંદિરની બાજુમાં રહેતા આરોપી પ્રવીણ સવજીભાઈ પરમારના ઘરમાંથી વોડકાના 35 ચપલા તેમજ કિંગફિશર બ્રાન્ડ બિયરના 15 ટીન મળી 4955નો મુદામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments