Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાતીપ્લોટમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી 848 બોટલ દારૂ મળ્યો

મોરબીના લાતીપ્લોટમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી 848 બોટલ દારૂ મળ્યો

મોરબી :” દિવાળી સમયે બુટલેગરો મોરબીમાં દારૂની રેલમછેલ કરવા માટે અવનવા કિમીયા અપનાવી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે ત્યારે મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, લાતીપ્લોટમા આવેલ લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટમાં પ્લાસ્ટિકના ડ્રમમા છુપાવી વિદેશી દારૂ મંગાવવામાં આવ્યો છે અને આ દારૂનો જથ્થો હાલમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પડ્યો છે. જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા પ્લાસ્ટિકના 7 ડ્રમમાંથી વિદેશી દારૂની નાની અને મોટી મળી કુલ 848 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ મંગાવનાર શખ્સના મોબાઈલ નંબરને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ રજીસ્ટર કરાવી કુલ રૂપિયા 2,54,000નો દારૂ તેમજ 3500ની કિંમતના ડ્રમ કબજે કર્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments