Saturday, May 16, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી આઈટીઆઈ નજીક કારમાં દારૂની હેરાફેરી કરનાર બે ઝડપાયા

મોરબી આઈટીઆઈ નજીક કારમાં દારૂની હેરાફેરી કરનાર બે ઝડપાયા

શહેરના આઈટીઆઈ નજીક તળાવની પાળ નજીકથી કારમાં ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈને દારૂ અને કાર સહીત ૩.૨૭ લાખનો મુદામાલ કબજે લીધો છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેરોલીંગમાં હોય દરમિયાન આઈટીઆઈ સામે બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાળ પાસેથી રોડ પર સ્વીફ્ટ કાર જીજે ૩૬ એજે ૪૭૦૦ શંકાસ્પદ લાગતા તલાસી લીધી હતી જે કારમાંથી દારૂની બોટલ નંગ ૫૨ કીમત રૂ ૨૨,૭૫૦ અને બીયર નંગ ૪૮ કીમત રૂ ૪૮૦૦ મળી આવતા પોલીસે દારૂ-બીયર અને કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૩,૨૭,૫૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

તેમજ આરોપી ઉદય જોરૂભાઈ કરપડા, અનિરુદ્ધ જોરૂભાઈ પરપડા રહે બંને મહેન્દ્રનગર આઈટીઆઈ સામે એમ બે આરોપીને ઝડપી લીધા છે તો રણુંભાઈ લગધીરભાઈ કરપડા રહે કળમાદ તા મુળી વાળાનું નામ ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments