Sunday, May 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીને મહાનગરપાલિકા જાહેર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા

મોરબીને મહાનગરપાલિકા જાહેર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા

મોરબીને મહાનગરપાલિકા જાહેર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા

મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકામાં તબદીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે સાંજે આ સત્તાવાર ઘોષણા કરી હતી. ત્યારે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની સત્તાવાર જાહેરાતથી મોરબીના લોકોમાં એક ખુશી જેવો માહોલ જોવા મળ્યો હતો. મોરબી મહાનગરપાલિકા જાહેર કરવા બદલ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, મોરબી હવે મહાનગરપાલિકા બનતા લોકોને ઘણો જ ફાયદો થશે. નગરપાલિકામાંથી મહાપાલિકા બનતા હવે મોરબીમાં આઈએએસ કક્ષાના અધિકારીઓ મળશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઘણો સુધારો થશે. મોરબીમાં ધરખમ પરિવર્તન આવશે. પ્રાથમિક સુવિધા, બાંધકામ ક્ષેત્રે સુધારા થશે. નગરપાલિકામાં અત્યાર સુધી જે ગ્રાન્ટ મળતી હતી તેમાં હવે ઘણો જ વધારો થશે. એક રીતે મોરબીની કાયાપલટ થઈ જશે અને મોરબીનો તમામ રીતે વિકાસ થશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments