Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પાંજરાપોળમાં આગામી 2 મહિના સુધી પશુઓ ન લાવવાની અપીલ કરતા ધારાસભ્ય...

મોરબી પાંજરાપોળમાં આગામી 2 મહિના સુધી પશુઓ ન લાવવાની અપીલ કરતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા

હાલ 5700 પશુઓનો નિભાવ, ચોમાસા પૂરતું વ્યવસ્થામાં મદદરૂપ બનવા અનુરોધ

મોરબી : મોરબી પાંજરાપોળમાં ચોમાસાને ધ્યાને લઈ વ્યવસ્થાના ભાગરૂપે આગામી બે મહિના સુધી પશુઓ ન લાવવા ધારાસભ્ય દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે મોરબી પાંજરાપોળમાં હાલ 5700 પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. ચોમસાની સિઝન છે આ પશુઓને બે મહિનો ચાલે તેટલો ચારો ઉપલબ્ધ છે પણ વધુ વરસાદ પડે તો સમસ્યા સર્જાય શકે છે. ટ્રસ્ટ પાસે પૂરતું ભંડોળ છે કોઈ સમસ્યા નથી. પણ વ્યવસ્થાના ભાગ રૂપે ટ્રસ્ટે નિર્ણય લઇ અપીલ કરી છે કે કોઈ બે મહિના સુધી અહીં પશુ ન લાવે.

વધુમાં તેઓએ કહ્યું કે કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોય તેવા પશુઓને ગૌ સેવકો લઈ આવે તો તેના માટે વ્યવસ્થા કરી દેવામાં આવશે. પરંતુ અન્ય કોઈ જગ્યાએથી બે મહિના માટે અહીં પશુ લાવવામાં ન આવે તેવી અપીલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments