Sunday, June 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દારૂના ધંધાર્થીઓ ઉપર મોટાપાયે તવાઈ, 935 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત

મોરબીમાં દારૂના ધંધાર્થીઓ ઉપર મોટાપાયે તવાઈ, 935 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત

શહેર જિલ્લાની તમામ પોલીસની સંયુક્ત કામગીરી, સૌથી વધુ દારૂ મોરબી સીટી એ ડિવિઝનમાં ઝડપાયો

મોરબી : મોરબી શહેર જિલ્લામાં શુક્રવારે સાંજે પોલીસે મેગા પ્રોહીબિશન કોમ્બિંગ હાથ ધરી શહેર જિલ્લામાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવતા રૂ.2,48,400ની કિંમતનો દેશી, વિદેશી દારૂ તેમજ આથો સહિતનો મુદામાલ ઝડપી લઈ પ્રોહીબિશન વક્ત અન્વયે કુલ 77 કેસ દાખલ કર્યા હતા.

મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે શહેર અને તમામ તાલુકામાં પોલીસ ટીમે મેગા પ્રોહીબિશન કોમ્બિંગ હાથ ધરતા કુલ 77 ઈસમો વિરુદ્ધ દેશી – વિદેશી દારૂ અંગેના કેસ દાખલ કરવામાં આવ્યા હતા.વધુમાં પ્રોહીબિશન કોમ્બિંગમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 268 લીટર દેશી દારૂ તેમજ વિદેશી દારૂની બે બોટલ મળી કુલ રૂ.57,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે બી ડિવિઝન વિસ્તારમાંથી 124 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 32,800 તેમજ વિદેશી દારૂની 13 બોટલ કિંમત રૂપિયા 3250, મોરબી તાલુકા પોલીસે રૂ.26 હજારનો 130 લીટર દેશી દારૂ, માળીયા મિયાણા પોલીસે 252 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 50,400, 125 લીટર આથો કિંમત રૂપિયા 3125, વાંકાનેર સીટી પોલીસે 2600ની કિંમતનો 13 લીટર દેશી દારૂ, વાંકાનેર તાલુકા પોલીસે 20 લીટર દેશી દારૂ, 2025 લીટર આથો મળી રૂ 48,125નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે ટંકારા પોલીસે 23 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 4600, વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 100 પકડી પાડ્યો હતો. જ્યારે હળવદ પોલીસે 65 લીટર દેશી દારૂ તેમજ 200 લીટર આથો કિંમત રૂપિયા 7000 કબ્જે કરી સમગ્ર જિલ્લામાંથી કુલ મળી રૂ.2,48,400નો દેશી, વિદેશી દારૂ તેમજ આથો કબ્જે કરી પ્રોહીબિશન અન્વયે કુલ 77 કેસ રજીસ્ટર કર્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments