Saturday, April 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમયુર બ્રિજ ઉપરના સેલ્ફી ઝોનને નુકશાન પહોંચાડનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

મયુર બ્રિજ ઉપરના સેલ્ફી ઝોનને નુકશાન પહોંચાડનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

મોરબીમાં મયુર બ્રિજ ઉપરના સેલ્ફી ઝોનને કોઈએ નુકસાન પહોંચાડી તેમાંથી અક્ષર પણ ઉઠાવી લીધા છે. આ ઘટનાને મ્યુનિસિપલ કમિશનરે વખોડી જવાબદાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવા પગલાં લીધા છે.

આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે મહાપાલિકાએ વાવડી રોડ ઉપર બે અને મયુર બ્રિજ ઉપર સેલ્ફી ઝોનમાં આઈ લવ મોરબીનું સાઈન મૂક્યું હતું. મયુર બ્રિજ ઉપર આ સાઇનમાં તોડફોડ તો ઠીક પણ કોઈ તેના અક્ષર જ ઉઠાવી ગયું છે.

મોરબીના ગૌરવ માટે આ ઘટના દુઃખદ છે. મહાપાલિકા શહેરની સુંદરતા વધારવા અને શહેરની સુવિધા વધારવા પ્રયત્નશીલ છે. તેવામાં લોકોએ પણ સહયોગ આપવાની જરૂર છે. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આ અક્ષરો લઈ જનાર વ્યક્તિના કોઈ ફોટો કે વિડીયો એવું કંઈ પણ હોય તો મહાપાલિકાનું કે પોલીસનું ધ્યાન દોરવું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments